મહારાષ્ટ્રની કંપનીઓએ ગુજરાતી કંપનીઓ કરતા વધારે ભંડોળ એકત્ર કર્યુ
નાણાકીય વર્ષ 2025ના પ્રથમ છ મહિનામાં ગુજરાત એસએમઈ આઈપીઓ માર્કેટમાં લીડર તરીકે ઉભર્યું હતું. આ સમયમાં બીએસઈના એસએમઈ અને એનએસઈ પ્લેટફોર્મમાં 31 લિસ્ટિંગ થયા હતા. 28 એસએમઈ લિસ્ટિંગ સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે રહ્યું હતું.
ગુજરાતની કંપનીઓએ એપ્રિલ-સપ્ટેમ્બર મહિના દરમિયાન 1206 કરોડનું ભંડોળ એક્ત્ર કર્યું હતું. જ્યારે મહારાષ્ટ્રની કંપનીઓએ 1843 કરોડ એકત્ર કર્યા હતા. ત્રીજા ક્રમે રહેલા દિલ્હીએ 20 આઈપીઓ દ્વારા 838 કરોડનું ભંડળ એકત્ર કર્યું હતું.
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મના ડેટા અનુસાર, એપ્રલિ-સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની 15 કંપનીઓ બીએસઈ-એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થઈ હતી. જ્યારે એનએસઈ પર 16 કંપની લિસ્ટ થઈ હતી. ગુજરાતની કંપનીઓએ બીએસઈ એસએમઈ પર 501 કરોડ અને એનએસઈ પર 705 કરોડ એકત્ર કર્યા હતા. મહારાષ્ટ્ર સ્થિત એસએઈએ પ્રથમ છ મહિનામાં આઈઓ દ્વારા વધુ ભંડોળ એકઠું કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે, બંને રાજ્યો ભારતના એસએમઈ પાવરહાઉસ છે અને ઇક્વિટી બજારો વિશે વધુ જાગૃતિને કારણે,એસએમઈ આઈપીઓ પ્રવૃત્તિમાં દેશનું નેતૃત્વ કર્યું છે.
