અમેરિકાના હંટીંગ્ટન બીચ (લોસ એન્જલસ નજીક) ખાતે એક હેલિકોપ્ટર ટેકઓફ બાદ અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું અને ગોળ ગોળ ફરતાં પેસિફિક કોસ્ટ હાઈવે પર પટકાયું. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર 2 અને રસ્તા પરના 3 રાહદારીઓ ઘાયલ થયા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. પ્રશાસને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરી છે.
