અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ તેમના ડિપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ડેન સ્કાવીનોએ હ્વાઇટ હાઉસના પ્રેસિડન્ટિયલ પર્સનલ ઓફિસના વડા તરીકે નિયુક્ત કર્યા છે. ડેન સ્કાવીનો સર્ઝિયો ગોરની જગ્યાએ આવ્યા છે, જેમને અમેરિકાના સેનેટે ભારતમાં નવા એમ્બેસેડર તરીકે મંજૂરી આપી છે. ગોર હાલમાં છ દિવસની ભારત મુલાકાત પર છે. ટ્રમ્પે આ નિયુક્તિની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રથ સોશિયલ પર જાહેર કરી.
