લૉસ એન્જલસ, 15 ઓક્ટોબર: અમેરિકાની જાણીતી મીડિયા પર્સનાલિટી અને સોશિયલાઈટ કાઇલિ જેનરે હવે સંગીત જગતમાં પગલાં મૂકી દીધાં છે. તેણે પોપ ડ્યુઓ Terror Jr સાથે મળીને પોતાના ડેબ્યુ સૉન્ગ “Fourth Strike“માં અવાજ આપ્યો છે.
આ નવો સિંગલ મંગળવારે રિલીઝ થયો હતો અને તેમાં કાઇલિની વોકલ્સને ખાસ સ્થાન મળ્યું છે. આ ગીત 2016ના હિટ ટ્રેક “Three Strikes“નું અનુગામી છે, જેમાં કાઇલિએ પોતાની બ્રાન્ડ Kylie Cosmeticsના પ્રમોશન માટે ભાગ લીધો હતો.
“Fourth Strike”નું રિલીઝિંગ કાઇલિની નવી કોસ્મેટિક્સ કલેકશન લોન્ચથી થોડા સમય પહેલાં થયું છે, જે એક સ્ટ્રેટેજિક માર્કેટિંગ પગલું માનવામાં આવી રહ્યું છે.
