ગોવાના પૂર્વ મુખ્યપ્રધાન રવિ નાયકનું અવસાન; વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ આપી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પણજી (15 ઑક્ટોબર, 2025): ગોવાના પૂર્વ મુખ્યપ્રધાન અને કૃષિ પ્રધાન રવિ નાયકનું મંગળવારે મોડી રાત્રે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું. 79 વર્ષીય નાયક પોતાના વતન પોંડા ખાતે હતા, જ્યાં રાત્રે 1 વાગ્યે હોસ્પિટલમાં તેમનું નિધન થયું.

તેમના અવસાનના સમાચાર આવતા જ રાજકીય ક્ષેત્રમાં શોકની લાગણી છવાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે, “રવિ નાયકજીને એક સમર્પિત સેવક અને અનુભવી પ્રશાસક તરીકે યાદ કરવામાં આવશે. તેઓ વંચિતોને સશક્ત બનાવવામાં માનતા હતા.”

રવિ નાયકના અંતિમ સંસ્કાર બુધવારે બપોરે 3 વાગે યોજાવાના છે. તેમના નિધનથી ગોવાના રાજકારણમાં એક દાયકાઓ લાંબી અને મહત્વપૂર્ણ ભુમિકા ભજવનાર નેતાનું અવસાન થયું છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें