પટના / નવી દિલ્હી (15 ઑક્ટોબર, 2025): બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા NDA ગઠબંધનમાં સીટ વહેંચણીને લઈને આંતરિક તણાવ ઊભો થયો છે. રાષ્ટ્રીય લોક મોર્ચાના નેતા ઉપેન્દ્ર કુશવાહાએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે, ખાસ કરીને મહુઆ વિધાનસભા સીટને લઈને.
કુશવાહાની માંગ છે કે મહુઆ સીટ તેમની પાર્ટીને આપવામાં આવે અને તેઓ ત્યાંથી પોતાના પુત્ર દીપક પ્રકાશ કુશવાહાને ચૂંટણીમાં ઉતારવા માંગે છે. જોકે, હવે આ સીટ ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીને આપવામાં આવી શકે છે, જેનાથી તેઓ નારાજ છે
