અફઘાન વિદેશ મંત્રી મુત્તાકીએ ભારતની મુલાકાત બાદ જમ્મુ-કાશ્મીરને ભારતનો હિસ્સો ગણાવ્યો હતો, જેના કારણે પાકિસ્તાન ભડકી ઉઠ્યું છે. પાકિસ્તાને આ વિવાદાસ્પદ સંયુક્ત નિવેદનનો ઉગ્ર વિરોધ કરતા અફઘાન રાજદૂતને બોલાવીને કડક વાંધો નોંધાવ્યો. પાકિસ્તાને મુત્તાકીને ‘બેવાજબી’ કહીને કહ્યું કે આ યુએન ઠરાવોનું ઉલ્લંઘન છે. બીજી તરફ, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આતંકવાદ વિરોધી સહયોગ, આરોગ્ય પ્રોજેક્ટ્સ અને શાંતિ માટેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકાયો હતો.
