વિકાસ સપ્તાહઃ રાજ્યના ૮૧ હજારથી વધુ નાગરિકોએ ભારતના વિકાસની પ્રતિજ્ઞા લીધી…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસ યાત્રાના ૨૪ સફળ વર્ષોની ઉજવણી નિમિત્તે તા. ૦૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતની વિકાસ ગાથાને જન-જન સુધી પહોંચાડવા દરેક જિલ્લા દીઠ એક ‘વિકાસ રથ’નું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા તા. ૦૭ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ વિવિધ જિલ્લામાં ૩૪ વિકાસ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત તા. ૧૦ ઓકટોબર, ૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાક સુધીમાં વિકાસ રથના માધ્યમથી રાજ્યભરમાં રૂ. ૧૧૯.૩૭ કરોડથી વધુના ૨,૧૮૬ કામોના લોકાર્પણ તેમજ રૂ. ૧૦૬.૧૧ કરોડથી વધુના ૨,૧૫૫ કામોના ખાતમુહૂર્ત એમ મળી કુલ રૂ. ૨૨૫.૪૮ કરોડથી વધુના ૪,૩૪૧ જેટલા કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિકાસ રથના માધ્યમથી જ વિવિધ યોજનાના ૧૩,૧૨૦ જેટલા લાભાર્થીઓને કુલ રૂ. ૧૯.૮૬ કરોડની સહાય વિતરણ પણ કરવામાં આવી હતી.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें