અમદાવાદ મેટ્રો હવે શહેર માટે મહત્વપૂર્ણ પરિવહન માધ્યમ બની ચૂક્યું છે. ૨૦૧૪થી શરૂ થયેલી આ સેવા આજ દિન ૧૦.૩૮ કરોડથી વધુ મુસાફરોને સરળ અને સસ્તી મુસાફરી પ્રદાન કરી ચુકી છે. રોજના સરેરાશ ૧.૫ લાખ પ્રવાસી મેટ્રોનો ઉપયોગ કરે છે, જે ટ્રાફિક અને ઈંધણ ખર્ચ માટે સારો વિકલ્પ સાબિત થઈ રહી છે. મેટ્રોની લંબાઈ ૬૮ કિમી અને ૫૪ સ્ટેશનો સાથે તે વધુ વિસ્તરી રહી છે.
