અમરેલી જિલ્લાના મોટા કાંકોટ ગામમાંથી મળી આવેલી સિંહણની લાશ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવતા વન વિભાગે તરત જ શિકારની કલમ હેઠળ ગુનો નોંધાવી તપાસ શરૂ કરી છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 166 સિંહોના મૃત્યુ નોંધાયા છે, જેમાં અમરેલી જિલ્લામાં છેલ્લાં 6 મહિનામાં 17 સિંહ-સિંહણના મોત થયા છે. સરકાર દ્વારા સિંહોના સંરક્ષણ માટે કરોડો રૂપિયા ખર્ચાયા છે, પણ મોતોની વધતી સંખ્યા ચિંતાજનક છે.
