વડોદરા (15 ઓક્ટોબર, 2025):
દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને વડોદરાના પ્રસિદ્ધ કમાટીબાગને સહેલાણીઓ માટે વધુ આકર્ષક બનાવવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટ વિભાગ દ્વારા મેટલના સળિયામાંથી તૈયાર કરાયેલા 10થી વધુ પ્રાણીઓના કલાત્મક સ્ટેચ્યુ બાગમાં મૂકાશે.
