અમદાવાદમાં SG હાઈવે પર સોલા બ્રિજ પર એક આઈસર ટ્રકનું ટાયર અચાનક ફાટતાં ટ્રક રોડની વચ્ચોવચ પલટી ગઈ હતી. આ ઘટનાના કારણે સોલા બ્રિજથી ગોતા અને થલતેજ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકોને કલાકો સુધી મુશ્કેલી ભોગવવી પડી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.